આભાર કોનો માનુ?
ઈશ્વરનો કે માતાપિતાનો?
એક એ જીવ આપ્યો
એક એ જીવતા શીખવાડ્યું.
એક એ ચરણ આપ્યા
એક એ ચાલતા શિખવાડ્યું.
એક એ ઊંઘ આપી
એક એ હાલરડાં ગાઇ સુવડાવ્યા.
એક એ ભૂખ આપી
એક એ વહાલથી જમાડયું.
એક એ વાચા આપી
એક એ સુંદર વાણી આપી.
એક એ જન્મજાત સંસ્કાર આપ્યા
એક એ સુસંસ્કારનું સિંચન કર્યું.
આભાર બંનેનો માનું.
એક શ્વાસ છે એક શ્વાસના પ્રણેતા છે.
એક થકી અસ્તિત્વ છે મારું
એક થકી અસ્તિત્વની ઓળખાણ છે મારી...❣️
-Yaksh Joshi