તારી યાદમાં આજ એક નઝમ મઠારી છે;
નજર મારી જ્યાં ઠરે એ સકલ તમારી છે;
ખ્યાલોમાં તું રોજ આવે,
સપનામાં તું ઘર સજાવે,
રૂબરૂ કર મુલાકાત એ અરજ અમારી છે;
તારી યાદમાં આજ એક નઝમ મઠારી છે;
ખુદાને એટલી કરી બંદગી,
કે તું જ છો મારી જિંદગી,
હે, ઇશ્વર મળાવવાની હવે ફરજ તમારી છે;
તારી યાદમાં આજ એક નઝમ મઠારી છે;
તું મળે દિલ ખુશ થઇ જાય,
તું મળે જીવન ધન્ય થઇ જાય,
તારા વગર સૂની આ મારી પલંગ પથારી છે;
તારી યાદમાં આજ એક નઝમ મઠારી છે;
તારા વિના જગત સૂનું લાગે,
તારા વિના જીવન ફિક્કું લાગે,
તારા સહવાસે જ સુહાની સફર નનામી છે;
તારી યાદમાં આજ એક નઝમ મઠારી છે;
નજર મારી જ્યાં ઠરે એ સકલ તમારી છે;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)