શોખ જીવતા રહ્યા, સંસ્કાર મરી ગયા,
વડીલો એ સસ્પેલ ઉચ્ચાર મરી ગયા.
લેતી દેતીના કે સોદાના વ્યવહાર થાય,
લગ્ન જીવનના તમામ સાર મરી ગયા.
વસ્તુઓથી તોલાય રહ્યા અહીં સંબંધ,
દિલ જોડતા લાગણીના તાર મરી ગયા.
ચંદ કિંમતમાં વહેંચાય જાય છે માણસ,
મરી છે માનવતા તેના ઉપચાર મરી ગયા.
તૂટી ગયો છે સંબંધ માત્ર એક ફોન માટે,
એ જ દર્શાવે છે તેના સંસ્કાર મરી ગયા.
મનોજ આવા ઘણા નાટક જોવાના છે,
ટકોર આપણા આપના આધાર મરી ગયા.
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas