Gujarati Quote in Folk by Er Twinkal Vyas

Folk quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પંખીઓના કોલાહલથી થતી સવાર,
જાણે કુદરતી મધુર સંગીત.
દાદી, નાની કે માં અને માસીના હાલરડાં ,
જાણે વાત્સલ્ય નું મધુર સંગીત.
સંધ્યા સમયે મંદિરના ઝાલર,
જાણે દિવસનો થાક ઉતારવાનું મધુર સંગીત.
ખપ પૂરતો અને જરૂર હોય ત્યારે વરસતો વરસાદ,
જાણે પ્યાસી ધરા માટે મધુર સંગીત.
તહેવારોની ‌ઉજવણી પરિવાર સાથે,
જાણે સંબંધ નું મધુર સંગીત.
મનગમતી વ્યક્તિનો સાથ જિંદગી માટે,
જાણે જિંદગી આખી મધુર સંગીત....

Gujarati Folk by Er Twinkal Vyas : 111648273
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now