મારી હા કે ના , કદાચિત હોય છે,
ક્યાં વળી ઈચ્છા,સિમિત હોય છે.
શરણ આવી છે,મનોવૃત્તિ ગજબ,
લય વિલયમાં ત્યાં સકુંચિત હોય છે.
પાથરી દો લીલી ચાદર, ભૂમિ પર,
કોઈ હરિયાળી ત્યાં મનમિત હોય છે.
શબ્દ માયા જાળનું પાથરણું જોને,
કોણ ક્યારે ક્યાંક અનુચિત હોય છે.
હોય છે આનંદ તો , હરદમ અહીં,
કદમ ચૂમતી ઉચિત ત્યાં પ્રિત હોય છે.
-મોહનભાઈ આનંદ