નિરાંત વાણી...
....................................................
અતી અવગુણ કરીયા તે ઉભા.
તે અવગુણ થી નવ તરીયો.મનુષ્ય..
રતન મણી મનખા દેહ પાયો.
કોડીના બદલે તે કર્યો.મનુષ્ય..
આગે રે હતો દાસ હરીનો.
જમકો ડેરો અબ ઠરીયો.મનુષ્ય..
આઠે પહોર અથડાય અવસ્થા.
પામર પરપંચમાં પડ્યો.મનુષ્ય..
સ્વરથ કાઈ સુધરીયો નહી એકેય.
દુઃખ દિલમાં દરીયો ભરિયો.મનુષ્ય..
ધન માલ કુટુંબ કબીલો.
મે માહી મેરો મનમાં ધરીયો.મનુષ્ય..
મિથ્યા રે મોહજાળમાં બાંધ્યો.
લક્ષ ચોરાશી પરવરીયો.મનુષ્ય..
પર નિંદા પર નારી ને પર ધન.
આનંદ ભાવે અનુસર્યા.મનુષ્ય..
અતી અવગુણ ગમે નહિ કોઈને.
દુષ્ટ સ્વભાવે નવ ઠરીયો.મનુષ્ય..
સંત સમાગમ કબહુ ના કીનો.
સાકુટ સંગ ના પર હરીયો.મનુષ્ય..
નિરાંત સત ગુરુ ના મળીયા જેને.
ફોગટ ફેરા તે ફરીયો.મનુષ્ય..
...........................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ..