રોજ એક ઈચ્છા મનમાં જાગે છે;
દિલ ફરી તને જ મળવા માંગે છે;
તારી યાદ આવે છે જ્યારે દિલમાં,
મન તારા ખ્યાલમાં દોડવા લાગે છે;
તારા જ શમણાંઓ જોતાં જોતાં,
આંખ પણ મારી રાતભર જાગે છે;
સંભળાય કોઇ પગરવ જાણીતો,
તારા કદમોના ભણકારા વાગે છે;
અબોલા તો નથી આપણા વચ્ચે,
પછી તું કેમ દૂર મારાથી ભાગે છે?
બસ એકવાર જ મળવા માટે પણ,
શું તું મારા મરવાની રાહ તાગે છે?
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)