અગમ ખડકી જુઓ ઉઘાડી
✍🏻 દાસ કાળુ
🍃🍂🍃🍂🍃🍂🍃
ગુરુજી મારા અનેક રુપી,ખોળવા વાળા એને ખોળે
અગમ ખીડકી જુઓ ઉઘાડી આમા બેઠો ઇ બોલે
ઘડી પળ ના ઘડીયારા વાગે
અનહદ ભાતના ઝીણા જનતર વાગે...
સુન મંડળની શેરીએ,અનહદ વાજા વાગે
ઇ રે શેરમાં જુઓ તપાસી,કોણ સુતા ને કોણ જાગે...
શેરી ઍ શેરિ ઍ સાદ પડાવુ,કોઇ અવિચળ પદવી આપે
ઇ રે શેર મા જુઓ તપાસી,એમાં પાંચ ધુણી કોણ તાપે...
ખારા સમન્દરિયા મા મીઠી એક વીરડી,ઇ રે પાણીડા ભાવે
ઇ રે સમન્દર મા જુઓ તપાસી,સરવાણી ક્યાંથી આવે...
શીશ નમાવી ગુરુ દેહાના ચરણે,બોલ્યા કાળુ દાસી
ગરીબ થઈ ને મે તો ગુણલા ગાયા,મને ભલે મળયા અવિનાશી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻