શ્રીમતિ દેવિકા બહેન દિવાનજીના સૌજન્યથી 🙏
🌹* બે - શબ્દો 🌹*
માતૃભાષાની સમૃધ્ધિ !
*માઈનસ અને પ્લસ*
આપણા પોતાના *માઈનસ* પોઈન્ટ ની ખબર હોય એ આપણો *પ્લસ* પોઇન્ટ છે.
*અવાજ અને મૌન*
પુરુષ નો ઊંચો *અવાજ* સ્ત્રી ને ચૂપ કરાવી દે છે , પણ સ્ત્રી નુ *મૌન* પુરૂષ ના પાયા જ હલાવી નાખે છે.
*ડોક્ટર અને માણસ*
કેવો ગજબનો શબ્દ છે - " સોરી (SORRY) " - *માણસ* બોલે તો ઝઘડો પુરો , અને *ડોકટર* બોલે તો માણસ પુરો.
*યાદ અને ભૂલી*
મદદ એક એવી ધટના છે , કરો તો લોકો *ભૂલી* જાય છે , ના કરો તો લોકો *યાદ* રાખે છે.
*આપણા અને તાપણા*
*આપણા* અને *તાપણા* ની એક , ખાસિયત છે બહુ નજીક ના રહેવું અને બહુ દૂર પણ ના રહેવું.
*શરૂઆત અને અંત*
જીવનની *શરૂઆત* આપણા રડવાથી થાય છે , અને જીવન નો *અંત* બીજા ના રડવા થી થાય છે.
*મગજ અને હ્રદય*
*મગજ* ભલે હ્રદય થી બે વેંત ઉંચે હોય , પણ *હ્રદય* થી બનતા સંબંધો બધાથી ઊંચા હોય છે*
🌹 🙏 🌹🙏 🌹