મોત ની મહેફિલ માં ખુશી મળી જશે:
મૂળ અને થડ કાપ્યા પછી ડાળ પણ કદાચ ખરી જશે,
જાગ્યા ત્યાર થી સવાર સમજી લેશો તો દિવસ કદાચ મળી જશે.
હવે તો જીંદગી કદાચ પૂરી થઈ જશે ,પણ મોત ની મહેફીલ માં ખુશી અનેરી મળી જશે.
કોણ કહે છે કે કંટકો વાવ્યા પછી પણ કંટકો મળી જશે,
થોળ ના ઝાડ માં પણ કોઈક દવા મળી જશે.
શ્વાસ ચાલે છે ત્યાં સુધી જ્યાં સુધી શ્વાસ નો શ્વાસ પર વિશ્વાસ છે,વિશ્વાસ છે શ્વાસ ને શ્વાસ પર ત્યાં સુધી જ્યાં સુધી એનો હૈયા માં વાશ છે.
જયવંત બગડીયા / કવિરાજ