નથી લખવું નામ એ રેતી પર,
લહેર આવતાં જે સરી જાય;
લખવું છે નામ એ પાષાણ પર,
પછી જે કાયમી તરી જાય;
નથી બનવું એ પીળું પાન મારે,
જે પાનખર આવે ખરી જાય;
બની રહેવું છે મારે એ મૂળ,
જે તરુ સંગાથે જ મરી જાય;
નથી બનવું મારે ઝાકળ બિંદુ,
એતો ક્ષણભરમાં ઉડી જાય;
બનવું મારે સાવનનો વરસાદ,
છેક પાતાળ સુધી બૂડી જાય;
નથી જીવવું હવે પરવશ થઇ,
ઉપકાર નીચે આત્મા મરી જાય;
જીવવું છે મારે માંહ્યલા સાથે,
હંસી ખુશી આ ભવ તરી જાય;
નથી બનવું રંગીન ચુંદડી મારે,
જે તનથી ક્ષણમાં ઢળી જાય;
બનીને રહું હું તો સફેદ કફન,
જે સંગ તારા જ બળી જાય;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)