છોકરી સુંદરને સંસ્કારી હતી,
ફૂટલી કિસ્મત જરા મારી હતી.
એ મને શાને ગમી ગઈ એ કહું?
આંખમાં એની અદાકારી હતી.
કેમ એના કોડ સૌ પૂરા કરું?
સઘળી ઈચ્છા એની કુંવારી હતી.
સાથ બે પળનો વિધાતાએ લખ્યો,
જીવવાની તોય તૈયારી હતી.
પ્રેમ એણે છોડવા માટે કર્યો?
નાં, જરા એનીય લાચારી હતી.
...પ્રશાંત સોમાણી