Gujarati Quote in Romance by Nimika

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જૂની ભૂલોને ભૂલી ને નવા જીવનની સુંદર શરૂઆત કરી દે,
તું મારા મકાનને સપનાઓથી સજાવી ઘર બનાવી દે.

વિસરી જા બધા દુઃખોને, પીડાઓને, કષ્ટોને ,
તું તારા જીવનને હાસ્યની છોળોથી ભરી દે.

નહિ જીવી શકું હું તારા સાથ વગર ,સંગાથ વગર,
તું મારા જીવનસફરને પ્રેમરૂપી પુષ્પોથી ભરી દે.

મારી આંખોને માત્ર ગમે તને જોવો,
તું મારી આંખો સમક્ષ હાજર થઈ મારી આંખોને તસવીરોથી ભરી દે.

નવું વસાવશું આપણે આપણું પ્રેમનગર,
તું આવી તારા હાથે એનું ખાતમુહૂર્ત કરી દે.

નિમિકા.

Gujarati Romance by Nimika : 111645508
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now