રસીકરણ પહેલાં દુષ્પ્રચાર અને ભ્રામક માન્યતાઓ
---------------
હું બોપલમાં વયસ્ક મોચી પાસે ચંપલ કરાવવા ઉભેલો. વાતમાંથી વાત નીકળતાં તેણે પૂછ્યું કે આ કોરોનાની રસી લઈએ એટલે બીજા રોગો ઘુસી જાય એ સાચી વાત?
એણે વળી કહ્યું કે એને કહેવાયું છે કે નેતાઓ રસી નહીં લે અને લેશેતો વિદેશી ઉચ્ચ ક્વોલિટીની લેશે. પહેલાં ગરીબોને બકરા બનાવી સોય ઘુસાડશે (!!)
એને કોઈ સેવક કે 'સાહેબ' એમ પણ કહી ગયા કે રસી માટે નામ માં આધારકાર્ડને બદલે ઇલેકશન કાર્ડ જ કેમ માંગે છે? સરકાર એમ કરીને તમારા લાભો ખેંચી શકે અને ખોટા ચોપડે ચડી જશો. આ તો એ બહાને વસ્તીની ખરાઈ છે બાકી રસીને નામે 'દવા વાળું પાણી' આપી દેશે અથવા વહેલા મરો એવા રોગો ઘુસાડી દેશે એટલે રસી ભૂલથી એ ન લેવી.
જો સંપૂર્ણ હિંદુ અને અમુક હાર્દિક પ્રેમીઓ બાદ કરતાં ભાજપ નો ગઢ બોપલમાં આ પ્રચાર હોય તો જમાલપુર કે જુહાપુરા માં શું હશે? ભારતનાં બિન ભાજપ રાજ્યોમાં શું હશે? એ સમાજ કુસેવકો ક્યારે આવી આ અશિક્ષિત લોકોની કાન ભંભેરણી કરી જતા હશે?
મેં તો એને સમજાવ્યું કે જન્મીને શીતળાની રસી લીધી ત્યારે કોઇ રોગ ઘુસેલો? નહીં લો તો ચોક્કસ મરશો અને લેશો તો બચશો.
રસી વિરુદ્ધ ખાનગી રાહે ભયંકર દુષ્પ્રચાર થઈ રહ્યો છે.