હાસ્ય પાછળ દર્દ
“અરે દોસ્ત મોજ તો કહે , આપણને કયા કંઈ ઉપાધી રહી છે , આપણે તો હમેશાં મોજમાં રહેનાર માનવી . દુનિયાને જે કરવું હોય તે કરે અને કહેવું હોય તે કહે આપણે જરાય ફરક ન પડે” બિંદાસ બોલતી મારા ફેસબુક મિત્ર માથી એક ઉર્વી . પહેલીવાર જ્યારે મે તેને ફેસબુકમા મારા મિત્રની પોસ્ટ પર જોઈ ત્યારે લાગ્યું આ વ્યક્તિમાં કંઈક તો વાત છે . એટલે મે પણ રિક્વેટ મોકલી અને એડ પણ થઈ ગયો .
મને તો એવું હતું કે તે મોજીલી છે એટલે મજા આવશે એફબી પર . તેની દરેક પોસ્ટ હાસ્યથી ભરપૂર જ હોય . અને સામે વાળાને હસાવી પણ શકે . હુ તેની બધી પોસ્ટ વાંચું છુ . કારણ કે મારી માટે એક એવું પાત્ર છે એ કે જેમાં મને કંઈ મળે એવું લાગે છે . અને સતપ્રતિસત મારો એ જ સ્વાર્થ છે . કોઈ પાસે મેળવવા માટે તો હુ એફબી યુઝ કરુ છુ . બાકી હુ પણ માનું છુ એ આભાષી દુનિયા છે . અમુક પાત્ર એ દુનિયામાં પણ આપણને ઘણું બધુ સીખવી જતા હોય છે . અને મારો પંચ્યોતેર ટકા વિકાસ આ દુનિયામાં જ થયો છે એ પણ માનવું રહ્યું .
જ્યારે મે ઉર્વીને જોઈ ત્યારે એવું લાગ્યું સાલું આના જીવનમાં કોઈ જ દુખ નહી હોય ? અને એકપણ પ્રકારનું ટેન્સન નહી હોય ? શુ આને દુનિયાદારીએ કરેલા લીટા નહી દેખાતા હોય . આટલું બિંદાસ જીવન ! કોઈ પણ જોડે મસ્તીભરી વાત કરી શકે . મારા અનેક પ્રયાસ બાદ પણ એ જ તારણ આવ્યું કે તે મોજમાં જ છે . તેની મોજનું કારણ શુ હોય શકે . હુ પોતે પણ મોજમાં રહેવાનો દંભ કરુ જ છુ અને લોકો પણ સ્વીકારે જ છે . શુ આને પણ મારા જેવું હશે ?
અંતે જાણ મળી કે જીવનનું તમામ દુખ તેને ભોગવ્યું છે . છતા પણ પોતે મોજ કરે છે . બધાને હાસ્ય આપવાનો પ્રયત્ન કરે છે . હા , તેની પાસે પોતાના એ દિવસો લખવાના શબ્દ નથી પણ તે એ પીડા અને દર્દને જાણે તો છે જ . બસ , આજ કારણ હતું મારે તેની જોડે દોસ્તી કરવાનું . શિલ્પકાર અને ભગવાનમાં આટલો જ તફાવત રહ્યો છે કે , શિલ્પકાર પીડાદાય મુરત તો બનાવી શકે છે પણ તે મુરત લોકો સામે આવતા હસી નથી શકતી . અને ભગવાનની બનાવેલ મુરત ઉર્વી લોકો સામે આવે એટલે ખુબ હસી લે છે . પોતાના અંદરની દ્વંદ બહાર આવવા જ નથી દેતી . અત્યારે પણ એ ખરેખર ખુશ છે . તે જાણી મને પણ એક પ્રકારની ખુશી મળે છે . કારણ કે તેના દર્દ પાસે મારુ દર્દ કે પીડા કશુ જ નથી .....
(નામ બદલાવેલ છે)
મનોજ સંતોકી માનસ