મળી છે આજે ઉતરાણની રજા
પતંગ જોડે મોજ કરવાની મજા
ઊંચે આભમાં ઉડાવવાની મજા
કોઈનો પતંગ કાપવાની જે મજા
'કાયપો છે' બોલવાની શું છે મજા
અન્યની કપાયેલને લૂંટવાની મજા
વિવિધ ચીક્કી ખાવાની મીઠી મજા
આખો દિવસ ધાબે રહેવાની મજા
જિંદગીભરની યાદ રહે આવી મજા
ખુશીનું વાતાવરણ રચે મસ્ત મજા
લાખ્ખો રૂપિયા લાગે તુચ્છ એવી મજા
જેણે માણી એનાં માટે અનમોલ મજા