દર્દને ઝખ્મો દવા, વાત થઈ ગઈ,
જો મલમ જેવી ત્યાંતો,જાત થઈ ગઈ.
સઘળું બદલાઈ જશે , ત્યાંય જીવન,
પ્રેમમાં અનુકૂળ ત્યાગી,ન્યાત થઈ ગઈ.
જો ચગાવી છે , પતંગો, અહં ની,
માન ભૂખ્યાની ત્યાં ,જમાત થઈ ગઈ.
વેઠતા જ્યાં વિરહમાં તડપતા ત્યાં,
માવઠા જેવી , મુલાકાત થઈ ગઈ.
હોય છે આનંદ , મળતો સહજ માં,
ત્યાં અનાસક્તિમાં,ઓકાત થઈ ગઈ.
-મોહનભાઈ આનંદ