*ગઝલ - હાથ પકડ મારે પણ રડવું છે*
તું આવી હાથ પકડ મારે પણ રડવું છે;
ઉદાસી હાથ પકડ મારે પણ રડવું છે.
સાંભળ રડવાની થોડી હિંમત આપ મને
ખુમારી હાથ પકડ મારે પણ રડવું છે;
હું જોઉં છું જ્યારે પણ આ ખુલ્લું આકાશ;
ઓ પંખી ! હાથ પકડ મારે પણ રડવું છે.
દર્પણ સામે રડતો જોતા, બોલી ઉઠી-
એક બારી ; હાથ પકડ મારે પણ રડવું છે.
અંતે હું પીઠામાં આવીને બેઠો છું;
ઓ પ્યાલી હાથ પકડ મારે પણ રડવું છે.
ક્યાં સુધી? હું પકડું હાથ અપેક્ષાઓનો
બરબાદી હાથ પકડ મારે પણ રડવું છે.
દીપક કે. સોલંકી 'રહીશ'