Gujarati Quote in Blog by Nayana Bambhaniya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

★ સ્વામી વિવેકાનંદ ભારતના યુવાનોને દેશની તાકાત તથા દેશનું ભવિષ્ય માનતા હતા..

ને... આજના યુવાન ભાઈઓ પોતાની યુવાની જે કહેવાયને કે યુવાની એટલે કંઈક કરી બતાવવાનો સુવર્ણ સમય.પરંતુ અમુક ભાઈઓને હું જોઉ છું કોઈ પ્રેમમાં_પડ્યા_છે_તો_કોઈ ગેમમાં પડ્યા છે* 👈🏻 આ બન્ને બાબતોમાં યુવાન ભાઈઓ બોવ busy દેખાય છે. પાછા એ ભાઈઓના શુ વખાણ કરું? આ બન્ને બાબતોમાં હાર-જીત મળે તેના પણ સોસિયલ મીડિયામાં સ્ટેટ્સ મૂકે. વાહ! ભાઈ વાહ! સાચું કહું તો એવા ભાઈઓને *સ્ટેટ્સ* શુ કહેવાય તેનો સાચો અર્થ જ નથી ખબર.! અરે હા એવા સ્ટેટ્સ મૂકે પછી પાછા એ સ્ટેટ્સ કેટલા લોકોએ જોઈયું તેની પણ ગણતરી રાખે.. સાચું જ ભાઈઓ ઉપર કટાક્ષ કરવાનું મન થાય. દરેક ભાઈઓને બે હાથ જોડીને કહું છું જરા આંખ ખોલીને જોવો છોકરીઓ તમારા કરતા કેટલી આગળ વધી રહી છે. આજે છોકરાવ કરતા ગલર્સ વધારે મહેનત કરી રહી છે. ભાઈઓ એ સમય દૂર નથી કે તમારી પત્ની નોકરી કરતી હશે અને તમે ઘરે કચરા પોતા કરતા હશો..!

અમુક ભાઈઓ તો એટલા પ્રેમમાં પડ્યા છે જેને લગ્નનો સાચો અર્થ પણ હજુ ખબર નથી. પત્નીને ઘરે લાવીને શુ કરશો તમે? પાંચ પૈસા કેમ કમાવવા એની હજુ સુધી સુજ નથી. બીજા પાસેથી બાઇકની ચાવી માંગીને મંગેતર અથવા ગલફ્રેન્ડ ને ફરવા લઈ જાઉં છો. ત્યારે તમને નીચુંજોણું નથી થતું?" કે બીજા પાસે બાઇક ની ચાવી માંગવી પડે છે.

પોતાની જાતને વાંચો તથા પોતાની જાતને કાગળ પર ઉતારો..! પોતાને અપડેટ કરતા રહો..!નહીંતર બીજા બહારના લોકો તમારી ઔકાત બતાવીને જતા રહશે..! બીજી વાત એજ કે તમારા માતા-પિતાએ પોતાની જાત ઘસીને તમને મોટા કર્યા છે. તો એમને પ્રેમ અને ગેમના સ્ટેટ્સ મુકવા તો તમને મોટા નહીં જ કર્યા હોય..! જીવન એક સંઘર્ષ છે સંઘર્ષ શિવાય બીજો એકપણ ઓપ્શન નથી. આ વાતને જેટલું જલ્દી સ્વીકારશો એટલી જલ્દી સફળતા તમારા ચરણોમાં હશે..!


નયના બાંભણીયા "મિતવા"

Gujarati Blog by Nayana Bambhaniya : 111643541
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now