Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દાસ ડુંગરપુરીની વાણી
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻

હે સદગુરૂ તમે મારા તારણહાર

હરિ ગુરૂ તમે મારા તારણહાર
આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો...હો... જી.


એવા ઉંડા સાગરને હંસલા નીર ઘણા,
ગુરુજી હો... હો... જી.
કે બેડી મારી કેમ કરી ઉતરે પાર? (2)
આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો...હો... જી.

એવા ઉંચા પર્વત ને હંસલા બોલ ઘણા,
ગુરુજી હો... હો... જી.
કે બેડી મારી કેમ કરી ઉતરે પાર? (2)
આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો...હો... જી.

હે સદગુરૂ તમે મારા તારણહાર
હરિ ગુરૂ તમે મારા તારણહાર
આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો...હો... જી

એવા ગુરુ ના હે પ્રતાપે ડુંગરપુરી બોલ્યાં... ગુરૂ જી .. જી હો ... હો... જી
હે દેજો અમને તમારા ચરણોમાં વાસ..
આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
સાંભળજો ગુરૂ જી જી ...હો ...હો...જી...
🥥🥥🥥🥥🥥🥥🥥
સત્ ગુરુ ચરણમાં વંદન
🙏🏽🙏🏽👣👣🙏🏽🙏🏽

Gujarati Religious by બાબા સત્સંગી : 111643323
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now