જન હિતાય જન સુખાય માહિતી.
લગભગ 4 દિવસ પહેલા, સીમા (My wife) નું oxygen level 90 ની નીચે ચાલી ગયેલું. હાલ ના સંજોગો માં આપણને Corona ની જ શંકા જાય.
Corona ના બધાં tests negative આવ્યા. Dr. પણ બહુ confused હતા. પછી ત્રીજા દિવસે પકડ્યું કે Methemoglobin નામ નો એક ભેદી parameter પ્રોબ્લેમ કરી રહ્યો છે. આ એક પ્રકારનું protein અથવા નકામા પ્રકારનું haemoglobin જ છે કે જે blood માં હોય છે. (આદર્શ રીતે તો એ blood માં હોવું જ નહીં જોઇએ). આ dangerous protein cum haemoglobin skin allergy ની 'Dapson' નામ ની દવા ની side effect તરીકે 10000 માં થી એક કેસ માં blood માં બનવા માંડે. સીમાએ આ દવા લીધેલી. આ નકામું protein blood oxygen carry કર્યા કરે પણ release નહીં કરે. એટલે oxygen લેવલ ઘટી જાય. એક તબક્કે આ methemoglobin બીજા blood cells ને ખાવાનું ચાલુ કરી દે. પછી, પરિસ્થિતિ ઝડપભેર બગડે અને multiple organ failure થી વ્યક્તિ મરી પણ શકે.
નસીબ જોગ, અમારા case માં Dr. ની સતર્કતા ને કારણે આ બાબત બહુ જલ્દી detect થઈ ગઈ અને સમયસર સારવાર ચાલુ થઈ ગઈ.
હવે પાછું oxygen level 96 જેવું રહે છે. પેલું methemoglobin પણ ઘટી ગયું છે.
આ health problem બહુ જલ્દી detect થાય જ નહીં. અમારા case માં બહુ જલ્દી પકડાઈ ગયું એટલે હવે zero risk situation છે. જો detect થઈ જાય તો આ problem ની બહુ standard અને ત્વરિત અસર કરનારી સારવાર છે. અમે બે દિવસ માં ઘરે પણ આવી ગયા. જો detection માં વધુ બે દિવસ મોડું થાત તો કદાચ case ગંભીર થઈ જાત.
લોકોને જાણકારી મળે એ હેતુ થી આ સંદેશો વહેતો મૂક્યો છે. ઓછું oxygen એટલે માત્ર Corona અથવા અસ્થમા અથવા fibrosis અથવા flue જ હોય એ જરૂરી નથી. આ એક ઓછો જાણીતો પરંતુ ઘાતક બની શકે એવો health disorder છે. તાત્કાલિક સારવાર મળે તો બધું સરળતાથી સારું થઈ જાય પણ નિદાન અને સારવાર માં મોડું અત્યંત જોખમી બની શકે છે.
🌸 🙏