અરે,,,બેટા હું તને લઈને જઈશ તું થોડી ધીરજ તો રાખ.
ના પપ્પા ના; મને તમે દોર પતંગ અપાવો જ!
બેટા હજુ ઉત્તરાયણન થોડા દિવસો પછી છે ત્યાં સુધી તને લાવી આપીશ.
પપ્પા તમે સમજોને: બધા અત્યારે પણ પતંગો ચગાવે છે મારે પણ પતંગ ચગાવી હોય છે,
હા બેટા તારી વાત સાચી છે પરંતુ ઉતરાયણ તો આવવા દે,
ના પપ્પા તમે મને દોરી પતંગ અપાવો બસ અપાવો જ; મારી આ ઈરછા પુરી કરો પછી હું તમારી પાસે બીજું કંઈ જ નહીં માંગું બસ જાવ!
ઓકે, ઓકે મારા રાજકુંવર ચાલ બેસી જા બાઈક પર હું તને દોર પતંગ અપાવી દઉં.
બસ હવે તો પુછવાનું જ શું! તે ચિત્તાની ઝડપે ભાગીને બાઈકની આગળ બેસી ગયો.
પિતા પુત્ર બન્ને બજારમાં ગયાં અને તેને ગમતી પતંગો અને દોરની ફીરકી ની ખરીદી કરી આપે શહેરની સડકો પર બાઈક લઈને ઘર તરફ આવી રહ્યા છે.
પુત્રને પતંગ દોર મળી તેની ખુશી છે અને પિતાને પોતાનાં પુત્રના મુખ પર હસી જોઈને ખુશી છે.
અરે રે ત્યાં જ અચાનક એક દર્દનાક ચીસ નીકળી કોઈને કંઈ સમજાય ત્યાં સુધીમાં તો બાઈક એક બાજુ ફસડાઈ પડ્યું.
અરે રે,,આ શું પિતા ઝડપથી પુત્ર તરફ નજર દોડાવે છે તો પુત્ર લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડ્યો છે.
આજુબાજુથી ભીડ ત્યાં એકત્રિત થઈ ગઈ બધાને એક જ પ્રશ્ન કે થયું શું? કે આમ અચાનક આ સીધાં અને સરળ ટ્રાફિક વગરના રોડ પર બન્ને કેમ કરી ફસડાઈ પડ્યા.
અંતે ઝીણવટભરી તપાસ કરતા ખબર પડી કે કોઈ કપાયેલી પતંગ નો ચાઇનીઝ દોર આગળ બેઠેલા તે બાળકના ગળામાં ભરાયો અને તેના ઘા એટલો ઊંડો પડ્યો કે પળવારમાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું.
હવે શું તેની અંતિમવિધિ ની તૈયારી થઈ રહી છે, પિતા ખુબ જ મોટા આઘાતમાં છે તેની માતાની તો એકના એક દુલારો ખોવાયો છે તેની ચીસો આખા વિશાળ નભને ચીરીને અવકાશમાં ગુંજી રહી છે લોકોની આંખોમાં ભર શિયાળે શ્રાવણ ભાદરવો વરસે છે.
તે સમયે તેની માતાએ પેલી દોર અને પતંગો પર પોતાનાં હાથ વડે ગુસ્સો વ્યક્ત કરવા લાગી, એ સમયે પિતાએ ગમગીન આંખો સાથે કઠણ કાળજું રાખીને પોતાની પત્નીને અટકાવતા કહ્યું કે રહેવા દે તે નિર્જીવ પર હવે ગુસ્સો ના ઉતાર તેની તો તેને માયા હતી અને તે જ માયા તેના મોતનું કારણ બની છે પરંતુ આપણે કરી શકીશું પણ શું કેમ કે તેની અંતિમ ઇચ્છામાં પણ તેને દોર પતંગ જ માંગી હતી.
તું એ,,એ,, દોર પતંગ અહિયાં લાવ મારાં દિકરાની જોડે મુક નહીં તો તેની પતંગ દોરની માયા તેને ઉંચે નહીં ઉડવા દે,,,!!!