કહી દો હવે આજ પાછો ન આવે,
વિતેલો સમય યાદ પાછો ન આવે.
કહીને ગયો તો કહે ત્યારે આવીશ,
પછી કેમ તું યાર પાછો ન આવે?
કરું છું હું કોશિશ લગાતાર એવી,
તમારા ખભે ભાર પાછો ન આવે.
રમી લો,રમી લો તમે મારી સાથે,
બને કે ફરી દાવ પાછો ન આવે.
ફરીથી પડ્યા છે લિસોટા અરીસે,
ડરું છું,હવે ડાઘ પાછો ન આવે.
-પ્રશાંત સોમાણી