ડૂબતાને બચાવો એ રીત માણસની છે,
ડૂબતાને ડૂબાડવો એ રીત કોની છે.?
સમય માણસ ને નથી છોડતો,
માણસ સમય ને છોડી દે છે માટે દુઃખી છે.
ડૂબતાને તારવા વાળો તો ઉપર બેઠો છે, ને
માણસ નીચે ધુણવા વાળા પાસે માથું નમાવે છે.
સમય અને સંજોગ કોઈ દિવસ એક સરખા નથી હોતા દોસ્તો,
જ્યારે માણસની રીત જીવનની બદલાય છે ત્યારે તકલીફ ઊભી થાય છે.
"સ્વયમભુ" રીત રસમ ભલે એક ના હોય માણસની,
પણ થોડો માણસ બની ને જીવી લિયે તો ઘણું છે.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"