A Letter to A Dad from A Daughter.
પપ્પા, મારી એક વાત સમજો ને !
હું અઢારની થઈ, જરા મિત્ર બની વર્તો ને !
પપ્પા, મારી એક વાત સમજો ને...
મારી ઉંમર છે બોયફ્રેન્ડ્સ બનાવવાની,
ઢગલો ફ્રેન્ડ્સ સાથે ઢગલો ટાઈમ સ્પેન્ડ કરવાની,
બોયફ્રેન્ડ્સ પ્રેમીઓ ન હોય પણ, એટલું સમજો ને !
હું અઢારની થઈ, જરા મિત્ર બની વર્તો ને...
હું ખૂબ ડાહી છું, મમ્મીને હેલ્પફૂલ છું.
સાચું બોલતાં બીક તૈ લાગે, પણ ખોટું કરતાંય ડરું છું.
તમારા જેટલી જ મનેય પરવા છે, એટલું સમજો ને !
હું અઢારની થઈ, જરા મિત્ર બની વર્તો ને...
તમે કહેશો એમ કરીશ, પછી મશીન બની જઈશ ;
કાલે પરણીને અજાણ્યા પુરુષની દાસી બની જઈશ ?
તમે જ મારા રોલ-મોડેલ છો, એટલું સમજો ને !
હું અઢારની થઈ, જરા મિત્ર બની વર્તો ને...