રણમાં ખીલ્યું ગુલાબ ઢળતી સંધ્યાએ.
ભ્રમરોએ દીધો જવાબ ઢળતી સંધ્યાએ.
ખડખડાટ હસી ઊઠ્યું રણ નજારો દેખી,
રખે ઈશ્વરદત્ત ઇલ્કાબ ઢળતી સંધ્યાએ.
ક્યાંક ક્યાંક સૂર કોકિલના ટહૂક્યા પછી,
થૈ ઊતાવળી ફૂલછાબ ઢળતી સંધ્યાએ.
સંગીત સપ્તકો ગૂંજ્યા બહાર રાગમાંને,
હરખ્યું હશે સૂરખાબ ઢળતી સંધ્યાએ.
કૈં ના લાગ્યું અજુગતું પછી કોઈને જરા,
અંતરે સજ્યાં ખ્વાબ ઢળતી સંધ્યાએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.