એજી નાતો રે બંધાયો નિજનામથી
નિજરુપે નિરખતા અલખ નો દિદાર રે ..એજી નાતો
એજી તન મન ધન શિશ ગુરુ ચરણે
રોમે રોમમાં રમી રહ્યા કરુણા કિરતાર રે .. એજી નાતો
એજી અનુભવ થયો ગુરુગમ જ્ઞાન નો
ગુરુજીએ પુરણ પ્રેમનાં પ્રગટાવ્યા નુર રે.. એજી નાતો
એજી ગુરુજી એ જ્ઞાન હેમાળે ગાળ્યાને
ભ્રાંતિ ભ્રમણા મટાળી નાત જાત ની રે ...એજી નાતો
દાસ વજુ ગુરુ નરભેરામ શરણ સેવતા
બાહિર ભીતર લાગ્યો સતથી એકતાર......એજી નાતો