હું આપું મારાં મનને દિલાસો કયારેક તો,
મળશે મને પળ આરામ વાળી.
પરોઢે જાગતા કોઈ કેહશે, કયારેક તો,
તું આરામ કર ,હું ચા બનાવું તુલસી વાળી,
રસોઈની સોડમ હું લઈશ કયારેક વરંડેથી
ઝુલે બેસીને કયારેક મળશે તૈયાર થાળી,
હું આપું મારાં મનને દિલાસો કયારેક તો,
મળશે મને પળ આરામ વાળી.
ફરું ફુદરડીં આમતેમ ભમતી ક્યારેક તો,
સંભાળુ લગામ ઘરની કરતી રખેવાળી.
પતિ પરમેશ્વર મારે મન હંમેશા, કયારેક તો,
કેહશે મારી પત્ની દેવી મંદિર વાળી.
હું આપું મારાં મનને દિલાસો કયારેક તો,
મળશે મને પળ આરામ વાળી.
મહેણ- ટોણાં,કોયા-કચકા,કયારેક તો,
અબળા નહી,સબળા બનીશ હું નિરાળી.
સપનાં જોઉં હું ઉંડુ આકાશે, કયારેક તો,
જોઉં છું ત્યારે છે પાંખ મારી વઢેયલી.
હું આપું મારાં મનને દિલાસો કયારેક તો,
મળશે મને પળ આરામ વાળી.
કોઈ તો હશે જો નારીને સમજશે,કયારેક તો,
કરશે જો વાત થોડી સમજણ વાળી.
આંખોથી વહેતુ દુખોનુ ઝરણું, કયારેક તો,
ખુશીની આડે પાળ બાંધી પાંપણની.
હું આપું મારાં મનને દિલાસો કયારેક તો,
મળશે મને પળ આરામ વાળી.
-Doli Modi..ઊર્જા