જ્યારે સત્ય નો પવન ફૂંકાય ત્યારે,
એના વંટોળિયા માં અંધવિશ્વાસ,
નકારાત્મકતા, બેઈમાની, જૂઠાણું
વગેરે રૂપી તમામ કચરા ને,
ઊખાડી ને ફેંકી દે છે!
પણ અફસોસ, સત્ય ની
નાની નાની લહેરખીઓ ઊડે છે,
પણ ક્યાય આવો પવન નથી ફૂંકાતો,
જેમાં સૌ નો અવાજ એક હોય.
જરૂર છે આવા સત્ય રૂપી વંટોળિયા ની!!