Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ પર કરેલા ઉપકારને ભૂલી જાઓ.
કોઈએ કરેલા અપકારને ભૂલી જાઓ.

યાદ રાખવા કરતાં ભૂલવું અઘરું ઘણું,
કડવા અનુભવ વ્યવહારને ભૂલી જાઓ.

ભૂલી જઈને ભલા થવામાં મઝા કેટલી!
મનમાં ઉદ્વેગ તણા સંચારને ભૂલી જાઓ.

કટુવાણી કોઈની સંતાપ ઊભા કરે ઝાઝા,
બદલાની ભાવનાનો આધાર ભૂલી જાઓ.

યાદ રાખો; છો માનવ તમે શ્રેષ્ઠ સર્જનને,
કિન્નાખોરી દિલની હો અપાર ભૂલી જાઓ.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111640982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now