Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મળેલ એક મેસેજ કે જે સત્યની ઘણો નજીક છે:-

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી..!!

અને ભણવાનો તણાવ ??
પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા..!!

અને હા ... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!!

અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ ..
અમારું આગવું કૌશલ્ય હતું
ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું...!! અને .. ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌...

અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા...!!

અને અમારા દોસ્તો મજાના હતા.
જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા અને કેટલીયે મંઝિલો ખેડી હશે. એ અમને યાદ નથી ...
પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!!

એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા.. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા.... છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું

નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે ....

તે વખતે ક્યારેય અમારો "ઇગો" હર્ટ નહોતો થતો. કારણ કે ... અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?

માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો...!!

અને મારવાવાળો અને માર ખાવા વાળો..
બંને ખુશ થતા હતા કારણ કે ..
એક ને એમ હતું કે ઓછો માર ખાધો ..
અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો..!! આમ બંને ખુશ...!!

અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...
અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ..

આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ

કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે.
તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી...!!

એ સત્ય છે કે...
અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ ..
અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાળ્યા હતા..
અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.!!

અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .

નહીતો ...

અમે જે જીવન જીવીને આવ્યા છીએ ....
તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી...!!

અમે સારા હતા કે ખરાબ....
એ ખબર નથી પણ...
અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું...!

- અજ્ઞાત 🙏
#શુભરાત્રિ

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111640834
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now