શું તું મારો એજ ભાઈ છે?
એક બેન ની વ્યથા......
જેને બેન ને, અંતર ના ઉંડાણ થી ચાહી હતી; શું તું મારો એજ ભાઈ છે?
જે મારી રાખડી પ્રેમ થી બંધાવતો હતો વર્ષો વર્ષ; શું તું મારો એજ ભાઈ છે?
જેને સદા મારો પડિયો બોલ ઉપાડીયો હતો; શું તું મારો એજ ભાઈ છે?
આપણો પ્રેમ જોઈ ખુશીથી છલકાતું હૈયું માત પિતાનું; શું તું મારો એજ ભાઈ છે?
સુખમાં, દુખમાં તને સૌથી પહેલી યાદ આવતી જે બહેન; શું તું મારો એજ ભાઈ છે?
લાખોમાં એક એવી ભાઈ બહેન ની જોડી જે હતી; શું તું મારો એજ ભાઈ છે?
કોઇને ન કહેવી હોય એ વાતો ખાલી મને જ જે કહેતો; શું તું મારો એજ ભાઈ છે?
બધાં કહેતાં, કે ભાભી આવવાથી તું બદલાઈ જઈશ; ત્યારે હું એ માનતી ન હતી; શું તું મારો એજ ભાઈ છે?
સમય સાચેજ છે બળવાન; અથવા જેના ઉપર આંધળો વિશ્વાસ હતો, એ ગયો બદલાઇ; શું તું મારો એજ ભાઈ છે?
પિતાના અવસાન પર, જેને પિતા તુલ્ય માન્યો હતો, એને દિલાસો પણ ન આપિયો; શું તું મારો એજ ભાઈ છે?
કોઇક દિવસ, નિરાંતે, દિલ ને તારા તટોલજે, અને કહેજે મને કે શું તું મારો એજ ભાઈ છે?
Armin Dutia Motashaw