* ખુબજ ઠંડી માં નાહવા ની વિશિષ્ઠ રીતો : *
* જરમરીયા પદ્ધતિ:-*
પાણીના ટીપાં પોતાના પર છાંટી લ્યો પછી મોઢું ધોઈ નાખો... 😃
*નળ નમસ્કાર:-*
માત્ર નળ પર ચાંદલો કરીને નમસ્તે કરો...😀
*જળ સ્મરણ સ્નાન:-*
આ સ્નાન વિધિ સહુ થી ઉચ્ચ કોટીની છે. રજાઈમાં પડ્યા પડયા માત્ર પાણીથી નાહીં રહ્યા છીએ તેવા માત્ર વિચારો કરો. 😄
*સ્પર્શાનુભૂતિ:-*
આ પ્રકાર પણ સાવ નવો નકોર છે.માત્ર કોઈ નાહયું હોય તેને સ્પર્શ કરી લ્યો અને બોલો "ત્વં સ્નાનમ, મમ સ્નાનમ".
😃
*પડછાયા સ્નાન:-*
આ વિધિમાં સૂર્ય તરફ પીઠ રાખી આપણા પડછાયા પર પાણી રેડો અને બોલો : " હર-હર ગંગે "😀