Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

24..નિરાંત સ્વામીની વાણી.
...........................................‌
એક મોરલી મરમની વાગી..
સુરતા ધરી સાંભળતા.
મારા મનની ભ્રમણાં ભાગી રે.
આતુર થઈને ચરણે નમતા.ટેક...

જાગીને જીવણ જોયા રે.
અકળ સ્વરૂપ ન જાય કડીયા.
મ્હારે ભવની ભાવટ ભાગી રે.
કરમ કાજ સઘળા ટળીયા.ટેક...

એક બ્રહ્મ અનુપમ સઘળે રે.
આત્મ સરીખા મેતો દીઠા.
તેડીને લાવી ઘરમા રે.
અલખ અમૃત પિયે મીઠા.ટેક...

ગુણ જોઈને ગરવી થઈ છું રે.
દાસ નીય દાસ થઈ ચાલુ.
હુ નિર્બળ નારી થઈને રે.
નિશદિન સ્વામી સંગ મહલું.ટેક...

સોકલડી છે ભૂતરી રે.
તેમા મ્હારુ નવ ચાલે.
સાચાનુ જૂઠું થાપે રે.
જઈ સ્વામી આગળ આલે.ટેક...

સ્વામી સુ અંતર ખોલે રે.
પાપી પોતાનું તાણે.
પેલા દુરીજન મુજને સંતાપે રે.
લંપટ લજા નવ આણે.ટેક..

એ દુઃખડું મુજને મોટું રે.
કોની આગળ જઈને કહીયે.
કહે દાસ નિરાંત પરમાત્મા રે.
અરસ પરસ નીરખી રહીએ.ટેક...
.........................................
લેખન.
મનોહરદાસ ગુરુ બાવદાસ આમરણ.

Gujarati Religious by બાબા સત્સંગી : 111640375
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now