Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🕉 *આવજે તું પ્રેરણા બની* 🕉
*(મુમુક્ષુ કૃપાબેનને...)*

નવ મહિના કૂખની પીડા સહી,
અવતરી તું ય્રભુ"કૃપા" થી દિકરી બની

પાપા પગલી ભરી તું પાઠશાળા જતી,
ગુરુબહેનોની હવે તું શિષ્યા બની

રડતી, કકળતી, લડતી, લઇ જતી તારો હક્ક તું જિદ્દી બની
ગરીબ ભૂખ્યાને જોઈ સર્વસ્વ આપી દેતી તું ઉપવાસી બની,

કુંપણ છે તું એ માતાના ગર્ભની,
છાંયડો આપજે જગત ને તું વટવૃક્ષ બની,

રૂમઝૂમ કરતી રમતી તું ઝરણું બની,
આવજે હવે તું ભવસાગરનો કિનારો બની

જ્યોત ય્રગટી છે તુજ હૃદયમાં દીપ બની,
જગ ઉજાળજે તું સદા ય્રકાશ બની

ધર્મની ધજાની જેમ તું પણ સદા ઊંચે ચડજે આસમાન બની,
ખળ ખળ વહેતી દોડતી આવજે તું બધાની ય્રેરણા બની...

- જયવંત બગડીયા 🙏🏼

🙏🏼 *જૈનમ જયંતિ શાસનમ* 🙏🏼

નોંધ ; મુમુક્ષ દીક્ષાર્થી ને દીક્ષા નાં આગલા દિવસે ચરણમાં.

Gujarati Poem by Jayvant Bagadia : 111640178
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now