કેવી ગાઢ ધુમસ આતો, જીવનની આ ભાત આતો.
લાગણીના ફૂલો જન્માવે આતો,
ઊર્જા નવી જગાવે આતો.
પરસ્પર હુફ ખીલવે આતો,
બંધન નવા જોડે આતો.
ઠંડી ઠંડી હવામાં ભીની મહેક છોડે આતો,
હું ખુશ તું ખુશ, "સ્વયમભુ" ખુશ દુનીયા આખી, ધુમસ તણા ઝાખપે,આછી દુનીયા આખી.!
કેવી ગાઢ ધુમસ આતો,
જીવનની આ ભાત આતો.!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"