*તેણે મારી ભે ભાંગી*
*વૃત્તિ મારી સંત ચરણમા લાગી*
✍🏻 *દાસ હોથી સાહેબ*
🪕🪕🪕🪕🪕🪕🪕
વૃત્તિ મારી સંત ચરણમા લાગી રૅ
સુરતા મારી સાધુ ચરણમા લાગી રૅ
તેણે મારી ભે ભાંગી ...
સાદગુરુ ઍ મને શબ્દ શુણાવયો
રણકાર રઢ લાગી
તખત ત્રિવેણીના તીર ઉપર
મોહન મોરલી વાગી...
ઘણા દિવસ મન મસ્તાનુ ફરતું
દિલડે ન જોયુ જાગી
પુરુષ મળયા મને અખર અજીતા
તયારૅ સુરતા સુનમા લાગી...
દયા કરી ને મન ડોલતુ રાખ્યુ
તૃષ્ણા મેલાવિ ત્યાગી
સતગુરુ આગળ શીશ નમાવ્યુ
તયારૅ બાવડી પકડી આગી રૅ...
સતગુરુ ઍ મને કરુણા કીધી
અંતર પ્રેમ પ્રકાશી
દાસ હોથી ને ગુરુ મોરાર મળીયા
તયારૅ તુટી જનમ કેરી ફાંસી રૅ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻