આજ સપનામાં થયું'તું આગમન તમારૂં;
આંખ ખોલતાં જ થયું છે સ્મરણ તમારૂં;
લાગે છે આજ જરૂર થશે મિલન આપણું,
ખ્યાલોમાં જો મળ્યું મને આમંત્રણ તમારૂં;
એક નૈ જનમો જનમનો સાથ છે આપણો,
એટલે ધરતી પર થયું છે અવતરણ તમારૂં;
તમારા દિદાર એ હુસ્નનો તલબગાર છું હું,
ચહેરા પરથી હટાવો હવે આવરણ તમારૂં;
કોઈ પુછે કે પ્રેમ ને ખૂબસૂરતી એટલે શું?
તેમને આપું છું હું ફક્ત ઉદાહરણ તમારૂં;
મહેફિલમાં ના પિવાના મેં નથી ખાધા સમ,
પણ કોઈ કરે આગ્રહ તો ધરૂં કારણ તમારૂં;
તારા જ પ્રેમમાં ધડકે છે આ દિલ "વિએમ"
નહીંતર ક્યારનું થૈ ગયું હોત મરણ અમારૂં;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)