" તું એકલો "
તારી સુખની લહેર માં સૌને નોતરજે,
ને પીજે આંસુઓની ધાર તું એકલો.
આ હોસીલા જગને હસાવવા તેળા તું કરજે,
પણ જમજે ઉરની વરાળ તું એકલો.
દ્વારે - દ્વારે દિપક માળને ચેતવજે તું,
ને ગોપાવજે દિલ અંધારાં તું એકલો.
બીજાં ની આગળ અમૃત જરના રેલજે તું,
પણ જમજે તું તારા ઝેર એકલો.
✍️ કવિ શ્રી કાગ બાપુ ✍️