for you only 💖💖
કેટલા તણખલા એકઠા કરો ત્યારે માળો સર્જાય,
એકાદ પંખીડાને પૂછો
તમને નહી સમજાય..
પક્ષી બનાવે માળો
માનવી પણ બનાવે બંગલો,
તો પછી એ બેમાં ભેદ શું ?
પક્ષી જરૂરિયાત મુજબ જ બનાવે માળો..
(વણલોભી)
માનવીની એ તાકાત નહીં..
પક્ષી પ્રેમથી બચ્ચાં જણે
માનવીનો પણ એ જ ક્રમ,
તો પછી એ બેમાં ભેદ શું ?
પાંખો ફૂટે, પક્ષી બંધનમુક્ત થાય..
(અનાસક્ત સંબંધ)
માનવીની એ તાકાત નહીં..
નિજ શિશુ કાજ પક્ષી કણ કણ ભેગા કરે
માનવીનો પણ એ જ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
કણ પણ માળે શોધ્યો ના જડે..
(અસંગ્રહ)
માનવીની એ તાકાત નહીં..
પેટ કાજે પક્ષીઓ દેશાવર ઉડે
માનવીનો પણ એ જ ક્રમ,
તો પછી એ બેમાં ભેદ શું ?
કણ મળે સંતુષ્ટ પક્ષીઓ આનંદે ઝૂમે..
(સંતોષ)
માનવીની એ તાકાત નહીં..
જીવનના અંતે પક્ષી મરે
માનવી પણ મૃત્યુથી ડરે,
તો પછી એ બેમાં ભેદ શું ?
પક્ષી મૃત્યુનો ક્યાંય કકળાટ નહીં..
નિષ્કામ જીવન
માનવીની એ તાકાત નહીં!!
💜💞💛