હવે મને મારામાં રહેવા દો;
આ દર્દ મારા છે સહેવા દો;
નથી મળ્યો હજુ મને જ હું,
મારામાં જરા મને વહેવા દો;
નથી સાંભળ્યું મારૂં કદી મેં,
મને જ થોડું મને કહેવા દો;
બાકી છે મારામાં મ્હાલવાનું,
બની પતંગિયું મને ઉડવા દો;
માપી લઉં હું મારી ગહેરાઇ,
બની મત્સ્ય જરા બુડવા દો;
ભલે લાવ તું મલમ "વિએમ"
ઘાવ મળ્યા ઉંડા ભરવા દો;
આવીશ તને મળવા હે ઈશ,
પહેલાં તો મને મરવા દો !!
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)