રવિ સાહેબ ની વાણી
🙏🙏👣👣🙏🙏
આનંદ ઘડી હેતે ભજવા હરિ,
મારો સાયબો સુહાગી મળીયા આનંદ ઘડી,ટેક
પ્રેમના રે પ્યાલા મારા ગુરુજીએ પાયા રે જી,
જોતા રે જોતા તો અમને વસ્તુ જડી,મારો સાયબો,
એવા રૂદીયા કમળમાં હુવા અજવાળા રે જી,
તખત ત્રિવેણી ઉપર જ્યોતું જલી,મારો સાયબો,
સતનો શબ્દ મારા ગુરુએ સુણાવ્યો રે જી,
નુરતે ને સુરતે મેં નિરખ્યા હરિ,મારો સાયબો,
કહે રવિરામ સંતો ભાણને પ્રતાપે રે જી,
અગમ આસન ઉપર સુરતા ચડી,મારો સાયબો સુહાગી,
🌱🌱🌱🌱🌱🌱🌱🌱
સદગુરૂ ચરણમાં વંદન
🙏🙏👣👣🙏🙏