વર્ષો સાથે માત્ર તારીખ નહિ, તાસીર પણ બદલાતી હોય છે...
વય સાથે વ્યક્તિ બદલાય અને સમય સાથે સમજણ બદલાય...
આ બધું થવું જોઈએ, તો જ evolve થયા કહેવાઈએ !
સુખ કે દુઃખ બંને નહિ ટકે.
...તૂટેલો સંબંધ કે દગાની પીડા, અપમાનની લાગણી કે અસ્વીકાર નો ડંખ, અપરાધની ભાવના કે અધૂરપ...કંઈ જ નહિ ટકે, જો પકડી નહિ રાખીએ તો...
બસ, જવા દો! માફ નહિ, મુક્ત કરી દો.
જો મુક્ત કરી દેશો તો સ્વયં પણ મુક્ત થશો...કારણકે પકડી રાખવા માટે પોતે પણ ત્યાં જ અટકી જવું પડે ને?
નવા વર્ષની સાથે નવા વિચાર અને આપણા/ સૌના નવા વ્યકિત્વને જાણીએ...સ્વીકારીએ !
અને હા, નવું સ્વીકારવું એટલે જૂનું ફેંકવું, ત્યાગવું કે નકારવાનું નહિ...બલ્કે, જૂના સુખ અને સમયમાં નવા વિચાર અને વ્યક્તિત્વ ઉમેરીને આગળ વધવું !