દાસીજીવણ સાહેબની વાણી...૪૬
🌼🌼🌼🌼🌼🌼🌼
કોણે ત્યાગી માયા કોણે ત્યાગી
આવી ફૂલ ફકીરી માયા કોણે ત્યાગી
ધાઈ ધુતિને ભેળું રે કીધું
નાખે જોળી માં હાલે ખાતા માંગી
આવી...
જોગી જતી ને તપસી સન્યાસી
સોઈ રહ્યા છે માયામાં લાગી
આવી...
પ્રેમના પ્યાલા જેણે ભરી ભરી પીધા
રામ રટણમાં એ તો રહ્યો છે લાગી
આવી...
દાસીજીવણ સત ભીમના ચરણે
અજરઅમર વર લીધા માંગી
આવી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻