થયું આજે એની યાદમાં કંઇક હું લખું,
અણધારી થયેલી મુલાકાતમાં હું લખું.
અસ્થિર નાવ જીવનની હતી ત્યારે આવી,
આપ્યો મને અવિશ્વસનીય સાથ હું લખું.
હું રહ્યો જિદ્દી બાળક તોય જીદ પૂરી કરી,
મારી જીદમાં એનો પ્રેમ ભેળવ્યો હું લખું.
સ્વાર્થ ગળાડૂબ હતો મારી લાગણીઓમાં,
પણ એતો હતી નિસ્વાર્થ પ્રેમમાં હું લખું.
સમયનું ચક્ર જીવન છે ત્યાં સુધી જીવંત રાખે,
એ ભાવ સાથે સાથ આપીશ એને એ હું લખું.
-જિદ્દી બાળક...Rohit