Gujarati Quote in Blog by Tinu Rathod _તમન્ના_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ છો મિત્રો,, આજે કંઈક કેહવુ છે પહેલા તો થયુ એ શુ આપણી લાગણી આપણા વિચારો બધાને કેહતા ફરવાનુ. પણ પછી થયુ ના આ પણ તો મારો પરિવાર જ છે ને ! એમની સાથે તો હુ મારા વિચારો મારી ભાવના વ્યક્ત કરી જ શકુ.

મિત્રો, આમ તો કેટલાય વર્ષ આવ્યા અને કેટલાય વર્ષ ગયા.. એવુ તો થવાનુ નથી કે પેહલી જાન્યુઆરીએ આપણે ઊઠીશુ તો આપણી સામે કોઈ અલગ જ દુનિયા હશે. એ જ રોજની જેમ જ ઊઠવાનુ અને રોજની જેમ જ ઓફિસ જવાનુ, કામ કરવાનુ. કોઈ નવીનતા નહી. બસ કેલેન્ડર બદલાશે અને તારીખો આગળની તરફ ગતિ કરતી જશે. આમ તો પેહલી તારીખ દર મહિને આવે પણ આ પેહલી જાન્યુઆરીમા એવુ તો કંઈક છે જે બીજી પેહલી તારીખો કરતા અલગ છે. અલગ છે એમા એક એહસાસ એક વિશ્વાસ કે પાછલા વર્ષ ની ગમતી યાદોને આંખોમા સમાવી, એનાથી એક ઉર્જા મેળવવી. અને અણગમતી યાદોનુ પોટલુ વાળી એને હ્રદયના ભંડકીયામા ક્યાંક મૂકી આવવાનુ. અને એક નવી ઉર્જા નવી સ્ફૂર્તિ સાથે બાકી રહેલી ઈચ્છાઓને, સપનાઓને જવાબદારીઓને પૂર્ણ કરવા માટે બમણા જોશથી મંડી પડવાનુ. તથા નવા વર્ષ મા આવનાર નવી જીમ્મેદારી અને પડકારોનો એ જ ઉત્સાહ અને જોશથી સામનો કરવાનો. પાછલા વર્ષ મા કરેલી ભૂલોમાથી સબક લઈ પોતાના વ્યક્તિત્વ ને વધુ નિખારવુ. આજ જોશ અને હિમ્મત આપે છે જાન્યુઆરીની પેહલી તારીખ.

મિત્રો હવે 2020ની વાત કરીએ તો એ બીજા વર્ષો કરતા થોડુ વધારે યાદગાર રેહશે બધા માટે. કારણ આપણે જાણીએ જ છીએ .પણ થોડા વર્ષો પછી આજ વાતોને યાદ કરીને આપણે આપણી આગળની પેઢીને ઉદાહરણ આપીશુ કે ગમે એટલી કપરી પરિસ્થિતિ આવે પણ હિમ્મત અને અનુશાસનથી એનો સામનો કરીશુ તો એમાથી જરૂર પાર ઉતરીશુ. હવે હુ વધારે વિગતવાર નથી લખતી એના વિશે નહી તો બધા મનમા કેહશે ચાલો આ મેડમે પણ ભાષણ ચાલુ કર્યુ. 😀😀

તો હુ મારી વાત કરુ તો 2020 નુ વર્ષ શરુઆતમા જ મારા માટે ખુશીઓ લઈને આવ્યુ. જી હા આ વર્ષમા જ મે મારા લેખનના શોખને બિરડાવતો માતૃભારતી નો રીડર ચોઈસ એવોર્ડ મેળવ્યો. એ સાથે જ અહી માતૃભારતી પર મને ખૂબ જ સારા મિત્રો, બહેન, ભાઈ મળ્યા જેની સાથે હસી મજાક કરવુ, કેટલીકવાર દલીલો કરવી ખૂબ જ મજા આવી. જીવનમા કેટલાક ખોટા નિર્ણય પણ લીધા પણ એમા પણ મને જ લાભ થયો સાચા ખોટાની, ભલા બૂરાની થોડી સમજ મળી, હા થોડી જ કેમ કે હજી પણ કેટલીક ભૂલો કરી નાખુ છુ. પણ સમયની સાથે એ સમજ પણ આવી જ જશે. હા આ વર્ષે મને પણ કોરોના આપીને મને જીવનનુ મૂલ્ય સમજાવ્યુ. એકલા રેહતા શીખવ્યુ.મને જોબમા permanent પણ કરી.. 😄😄 અને સૌથી મોટી શિખામણ ફરવા હરવા વગર અને બહારનુ ખાવા વગર પણ આપણે લાઈફને સારી રીતે જીવી શકીએ છીએ, એન્જોય કરી શકીએ છીએ. ટૂંક મા કહુ તો આ વર્ષ નહી બહુ મીઠ્ઠુ કે નહી બહુ કડવુ એવુ ખટમીઠુ રહ્યુ.

તો મિત્રો આવનાર વર્ષને એક હકારાત્મક અભિગમ થી આવકારીએ..

happy new year..😍😍

Gujarati Blog by Tinu Rathod _તમન્ના_ : 111636823
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now