કરી દેને કર્મો સઘળાં માફ હે હરિ તું.
સર્વોપરી છો ઈશ્વર આપ હે હરિ તું.
સંજોગોને વશ થઈ અહીં જીવવાનું,
ભૂલી જા અમારાં એ પાપ હે હરિ તું.
કરી છે ભૂલો એ વાત છે સાવ સાચી,
પણ દિલ આખરે છે સાફ હે હરિ તું.
હિસાબ ન પણ મળે આખરે માનવ!
કેટલા કરવા હજુ પ્રલાપ હે હરિ તું.
આમ તો હતો જન્મથી સારો હું પણ,
પ્રલોભને ખાઈ બેઠો થાપ હે હરિ તું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.