મારા મીત્ર રામકુભાઇ કરપડા એ અમુક દુહાઓ આ વિષય પર મને આપેલાં. .
“ભમરા પીઠે પડખમાં બેઇ કોરનાં જોઇ,
સયન ગાંઠ ની ખોડનો દુ:ખ ધણીને હોય !
આસન ખોઇ ઘોડલો વાઘ કાંતીયો હોય
એવા ખોડીલા ઘણાં સોદો કરે નો કોઇ !
મહા ખોડયનો ઘોડલો માથે શીંગડીયો,
ધણી બળુકો હોય પણ પરપાને પડીયો હોય !
એક જાત ચતુરાંજ ની ખોડ અને ખાવણ,
લંકા ગઢ ઉજ્જડ કયોઁ મરવયો તો રાવણ !
પરી પૂંછ ડાંડી કરે સમ મારજ ની ખોડ ,
ભાંગે મન ના કોડ ધણી થાય ભીખળવો !
દિઠો ભમરો પૂંછડે પૂંછા વરતી નામ
ઇના બેહણહાર ના સરે ના ધારયાં કામ !
ધોળો પાટો પીઠમાં નાગ અશ્ર્વ એનું નામ ,
ધણી મરે તો ઇ મરે એવું એનું કામ !
ત્રણ રંગ ના ચાંદલા પીળા કાળા હોય,
ઇ તો જાણ્વે અંજની ધણી ઘરે નહી કોઇ !
પૂંછ મૂળ પાણી ઝમે ખોડે મધુસરાવ,
ઇ તો ભૂંડો સાવ નાશ કરે રખવાળ નો !
પૂંઠે ભમરો પેંખતા ધણી ને માથે ભાર ,
જુદ્ધે આણે હાર ઇ ઘોડો દંળભજણો ” !!