માલવ દેશના અશ્ર્વો “માલવી ” કહેવાય છે પરંતુ તે સ્થળે ઘણે ભાગે મારવાડી , કાઠીયાવાડી અને ભીન્ન ભીન્ન પ્રકારના અશ્ર્વો રહેતાં હોવાથી ધણાં વર્ણશંકર અશ્ર્વો ઉત્પન્ન થાય છે ..!
નાજુક અને સુંદર અશ્ર્વો ને ” ટાંઘન” કહે છે તે છ પ્રકાર ના હોય છે .!
1 – ” બર્માપેગૂ ” ઘણે ભાગે બર્મા થી આવે છે
2 – ” મનીપૂરી ટાંઘન ” મણીપૂર થી આવે છે
3 – ” કાફરીગુટ ” ભૂટાન થી આવે છે
4 – ” નેપાલી ટાંઘન ” નેપાલ થી આવે છે અને નેપાલ માં ” દૈવીપાટન ” નામ નું ક્ષેત્ર પ્રસિદ્ધ છે
5 – “તુર્કી ટાંઘન ” તુર્ક સ્થાન થી આવે છે
6 – ” યારકન્દી ટાંઘન ” યારકન્દ થી આવે છે
અવધ માં ” ટેઢી ” નામથી એક પ્રકાર ના અશ્ર્વો નું ક્ષેત્ર પ્રસિદ્ધ છે તે ટેઢી નદી ની આસપાસ ઉત્પન્ન થાય છે ..!પટના ની આસપાસ ” જંગલી ” નામના અશ્વો મળે છે …!!
☆ ..હિંન્દુસ્તાન માં જયારે અંગ્રેજો અહીં શાસન કરતા એ વખતે “વેલર” આદિ ઘણાં વિલાયતી ઘોડા ઓ જોવા મલતાં અંગ્રેજ લોકો એ અંગ્રેજી અને અરબી અશ્વો થી “સ્યડવ્યૂહ ” નામની નવી જાતી ઉત્પન્ન કરી હતી ..