દર્દો ઉછીના , ગણી લો ને,
પ્રેમાળ છે એ ,ભણી લો ને.
આપે છે ઘાવો, ખરેખર માં,
તે આપણા છે, મળી લો ને.
વાવ્યા છે જો, બાવળો કેવાં,
જો તાજ કાંટા , લણી લો ને.
વિસ્તાર છે, વાસના પૂડો,
ડંખો જરા દિલ , કળી લો ને.
આનંદ તો હોય છે ,ખૂદમાં જો,
લય મન તણો,ત્યાં હણી લો ને.
-મોહનભાઈ આનંદ